HomeAllશું છે 'SMS ઓફ ડેથ'? ભંગાર બનાવી દેશે તમારો સ્માર્ટફોન, કરોડો એન્ડ્રોઇડ...

શું છે ‘SMS ઓફ ડેથ’? ભંગાર બનાવી દેશે તમારો સ્માર્ટફોન, કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ પર મોટું સંકટ

સ્માર્ટફોનની: દુનિયામાં એક અત્યંત ખતરનાક સિક્યોરિટી ખામી સામે આવી છે, જેના કારણે વિશ્વભરના કરોડો મોબાઈલ યુઝર્સ પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. ‘SMS ઓફ ડેથ’ નામની આ નવી સિક્યોરિટી વલ્નરેબિલિટી એન્ડ્રોઇડ સ્માર્ટફોનને સંપૂર્ણપણે ઠપ કરીને નકામો બનાવી રહી છે. આ ટેકનિકલ ખામીના કારણે સ્માર્ટફોન અચાનક કામ કરવાનું બંધ કરી દે છે અને તેની કોલિંગ સર્વિસ ક્રેશ થઈ જાય છે. આ અજીબોગરીબ સિક્યોરિટી ખામીની ઓળખ સૌથી પહેલાં સાયબર સિક્યોરિટી રિસર્ચર માર્ક બ્લાસ્ઝિકે કરી હતી. રિસર્ચરના જણાવ્યા અનુસાર, આ સાયબર એટેક માટે એક ખાસ પ્રકારના SMSનો ઉપયોગ કરવામાં આવે છે, જે ડિવાઇસમાં પ્રવેશતાની સાથે જ એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સિસ્ટમ સંપૂર્ણપણે ક્રેશ થઈ જાય છે. કોલિંગ સિસ્ટમ ઠપ અને ફોન ‘બૂટલૂપ’માં ફસાઈ જવાનો ખતરો

આ ખતરનાક વલ્નરેબિલિટી ડિવાઇસના મુખ્ય ફંક્શન્સ પર સીધો હુમલો કરે છે: ● કોલિંગ સિસ્ટમ ક્રેશ: સ્માર્ટફોનની ફોન કોલ મેનેજ કરતી સિસ્ટમ સંપૂર્ણપણે ક્રેશ થઈ જાય છે, જેથી તમામ ચાલુ કોલ્સ ડિસ્કનેક્ટ થઈ જાય છે અને યુઝર્સ ઈમરજન્સી નંબરો પર પણ કોલ કરી શકતા નથી.

● 20 મેસેજ ફોનને બનાવી શકે છે કબાડ: રિસર્ચરે ગંભીર ચેતવણી આપી છે કે આવા આશરે 20 જેટલા ખતરનાક મેસેજ કોઈપણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને સંપૂર્ણપણે નકામો બનાવી દેવા માટે પૂરતા છે.

● બૂટલૂપની સમસ્યા: આ મેસેજ મળ્યા બાદ સ્માર્ટફોન ‘બૂટલૂપ’માં ફસાઈ શકે છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વારંવાર તે ખામીયુક્ત SMSને પ્રોસેસ કરવાનો પ્રયાસ કરતી રહે છે, જેના પરિણામે ફોન સ્વિચ ઓન થઈને ફરી રિસ્ટાર્ટ થતો રહે છે અને ક્યારેય સામાન્ય રીતે ચાલુ થઈ શકતો નથી.ઇનબોક્સમાં કોઈ નિશાન નહીં અને ફેક્ટરી રિસેટ પણ નિષ્ફળ

આ સાયબર એટેકની સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેને ટ્રેક કરવો અત્યંત મુશ્કેલ છે: ● નોટિફિકેશન વિના એટેક: આ મેસેજ સામાન્ય મેસેજની જેમ ઇનબોક્સમાં દેખાતો નથી. સિસ્ટમ જેવો આ મેસેજ પ્રોસેસ કરવાનો પ્રયાસ કરે છે કે તરત જ ક્રેશ થઈ જાય છે, જેના લીધે યુઝરના ડિસ્પ્લે પર કોઈ નોટિફિકેશન પણ આવતું નથી.

● ફેક્ટરી રિસેટ પણ બેઅસર: સામાન્ય રીતે ફોનમાં કોઈ ખામી સર્જાય તો ફેક્ટરી રિસેટ કરવાથી સમસ્યા હલ થઈ જતી હોય છે, પરંતુ આ કિસ્સામાં ફેક્ટરી રિસેટ કરવાથી પણ કોઈ ઉકેલ મળતો નથી. જો ટેલિકોમ ઓપરેટરના સર્વર પર આ મેસેજ પેન્ડિંગ હોય, તો ફોન ફરીથી ઓન થતાં જ ઓપરેટર તેને ફરી ડિલિવર કરવાનો પ્રયાસ કરશે અને ફોન ફરી ક્રેશ થઈ જશે. કમ્પ્યુટરની મદદથી જ થઈ શકે છે સમાધાન : મીડિયા અહેવાલો મુજબ, રિસર્ચરે જણાવ્યું છે કે ફોનને કમ્પ્યુટર સાથે કનેક્ટ કર્યા બાદ જ આ છુપાયેલા મેસેજીસને જોઈ શકાય છે અને ત્યાંથી તેને ડિલીટ કરી શકાય છે. જોકે, મોટાભાગના સામાન્ય યુઝર્સ માટે આ ટેકનિકલ પ્રક્રિયા અનુસરવી ઘણી જટિલ સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, રિસર્ચરે 5 મેના રોજ સૌથી પહેલાં આ ખામી અંગે ગૂગલને સત્તાવાર જાણ કરી હતી. શરૂઆતમાં ગૂગલે વારંવાર આ રિપોર્ટને ગંભીર સિક્યોરિટી ખામી માનવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે ગૂગલ આ બગને ફિક્સ કરવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments