HomeAllZomatoના ફાઉન્ડર દીપિન્દર ગોયલના નવા ગેજેટ Templeની ભારતમાં બુકિંગ શરૂ, જાણો કેટલી...

Zomatoના ફાઉન્ડર દીપિન્દર ગોયલના નવા ગેજેટ Templeની ભારતમાં બુકિંગ શરૂ, જાણો કેટલી છે કિંમત

ફૂડ: ડિલિવરી કંપની Zomatoના ફાઉન્ડર દીપિન્દર ગોયલ હવે એક નવા ગેજેટને લઈને ચર્ચામાં છે. તેમણે પોતાનું ખાસ ડિવાઇસ Temple ભારતમાં રજૂ કર્યું છે. આ ડિવાઇસની ખાસિયત એ છે કે તેને માનવ શરીરના સ્વાસ્થ્ય અને મગજ સાથે જોડાયેલી એક્ટિવિટીને ટ્રેક કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હવે ભારતમાં તેના પ્રી-ઓર્ડર પણ શરૂ થવા જઈ રહ્યા છે. જો તમે પણ આ ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેની કિંમત, ફીચર્સ અને બુકિંગની પ્રક્રિયા વિશે જાણવું જરૂરી છે.Temple કોઈ સામાન્ય સ્માર્ટવૉચ કે ફિટનેસ બેન્ડ નથી.

તેને ખાસ મગજમાં થતા લોહીના પ્રવાહ (બ્લડ ફ્લો) અને તેની સાથે જોડાયેલા સિગ્નલને ટ્રેક કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ ડિવાઇસ માથાની એક બાજુએ કપાળ અને કાનની વચ્ચે લગાવવામાં આવે છે. તેમાં ઓપ્ટિકલ સેન્સર આપવામાં આવ્યા છે, જે મગજમાં લોહીના પ્રવાહમાં થતા ફેરફારોને ટ્રેક કરે છે. કંપની આ ટેક્નોલોજીને BrainFlow કહે છે. આ ડિવાઇસમાં Entropy Score નામનું એક ખાસ ફીચર પણ આપવામાં આવ્યું છે.

જે 1થી 250 વચ્ચેનો સ્કોર દેખાડે છે. આ સ્કોરની મદદથી યુઝર પોતાના શરીર પર પડતા તણાવ અને તેની અસરને સમજી શકે છે. તેમાં ઊંઘ, કસરત, સ્ટ્રેસ અને કેફીન જેવી બાબતોની અસરનો પણ સમાવેશ થઈ શકે છે.Templeને માથા પર પહેરવા માટે કોઈ સ્ટ્રેપની જરૂર પડતી નથી. તેને Grips નામની ખાસ ચોંટાડવાની ટેપની મદદથી લગાવવામાં આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેને દોડતી વખતે, સ્વિમિંગ કરતી વખતે અને ન્હાતી વખતે પણ પહેરી શકાય છે. ચશ્માં પહેરતા લોકો પણ તેનો ઉપયોગ કરી શકે તે રીતે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ભારતમાં કેટલી છે Templeની કિંમત?

Templeની ભારતમાં કિંમત ₹85,000 રાખવામાં આવી છે. આ કિંમતમાં લાઇફટાઇમ સબ્સ્ક્રિપ્શનનો પણ સમાવેશ થાય છે. ભારતમાં તેનો પ્રી-ઓર્ડર 1 નવેમ્બરે રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થવાનો છે. લોકો Templeની એપ અથવા તેની સત્તાવાર વેબસાઇટ temple.com પરથી ડિવાઇસ બુક કરી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, દરેક ડિવાઇસ ઓર્ડર મળ્યા બાદ તૈયાર કરવામાં આવશે.

આથી તેની ડિલિવરીમાં અંદાજે ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ખાસ વાત એ છે કે ડિવાઇસ શિપ થાય તે પહેલાં યુઝર રિફંડ માટે વિનંતી (રિક્વેસ્ટ) પણ કરી શકે છે. Templeને કુલ છ કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમાં True Gold, Rose Gold, Black Mirror, Real Jade, Deep Blue અને Purple Funkનો સમાવેશ થાય છે. જોકે, આ ડિવાઇસ ખરીદતાં પહેલાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. Templeને મેડિકલ તપાસ કરવા અથવા કોઈ બીમારીનું નિદાન કરવા માટેનું ડિવાઇસ ગણાવવામાં આવ્યું નથી. કંપનીએ તેને વેલનેસ અને રિસર્ચ માટે તૈયાર કર્યું છે. એટલે કે, તે સામાન્ય સ્માર્ટવોચથી અલગ પ્રકારનું ગેજેટ છે, પરંતુ તેને ખરીદતાં પહેલાં તેના ફીચર્સ અને ઉપયોગની રીત સમજવી જરૂરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments