HomeAllમોરબી જિલ્લા માહિતી કચેરીમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ અંતર્ગત પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટનો...

મોરબી જિલ્લા માહિતી કચેરીમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ અંતર્ગત પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટનો સંકલ્પ

ભ્રષ્ટાચાર: સામે જાગૃતિ કેળવવા અને સરકારી વહીવટમાં પ્રામાણિકતા તથા પારદર્શિતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી સમગ્ર દેશમાં તા. ૨૭ ઓક્ટોબરથી ૦૧ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની ઉજવણીની થીમ ‘Probity for Prosperity’ એટલે કે ‘સમૃદ્ધિ માટે પ્રામાણિકતા’ રાખવામાં આવી હતી.

આ સપ્તાહના અનુસંધાને મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચારમુક્ત વહીવટના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરકારી કામગીરીમાં પ્રામાણિકતા, પારદર્શિતા, જવાબદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા જાળવવા સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

શપથ ગ્રહણનો મુખ્ય ઉદ્દેશ સરકારી તંત્રમાં નૈતિક મૂલ્યોને વધુ મજબૂત બનાવવા, ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ કેળવવા તેમજ સ્વચ્છ, પારદર્શક અને જવાબદાર વહીવટી વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપવાનો રહ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ જાહેર હિતને સર્વોપરી રાખીને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments