
અયોધ્યા: રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા પછીનો પહેલો દીપોત્સવ યાદગાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ વખતે મંદિર પરિસરમાં બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે. નાની અને મોટી દીવાળી પર અલગ-અલગ દિવસોમાં એક-એક લાખ દીવાઓથી રામ મંદિર ઝગમગી ઉઠશે. આ દીવાઓને દેશી ગાયના ગોબર, મીણ અને સરસવના તેલથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે. નગર નિગમના બૈસિંગ સ્થિત કાન્હા ગૌશાળા સાથે મહિલા સમૂહોના માધ્યમથી પણ દીવાઓ બનાવડાવવામાં આવી રહ્યા છે.

ગૌશાળામાં અનેક કારીગરો મશીનોથી દીવાઓનું નિર્માણ કરી રહ્યા છે. આ ઉપરાંત હાથથી પણ દીવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રામ મંદિરની સાથે હનુમાન મંદિર પણ ઝગમગી ઉઠશે મંદિરના સીઈઓ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા (નિવૃત્ત)એ જણાવ્યું કે પ્રાણ-પ્રતિષ્ઠા પછી આ બીજો દીપોત્સવ છે. તેને વિશેષ બનાવવા માટે મંદિર પરિસરમાં ફૂલોના ચાર ભવ્ય સ્વાગત દ્વાર પણ બનાવવામાં આવશે. મંદિરના અલગ-અલગ હિસ્સાઓને આકર્ષક રોશની અને પુષ્પોથી સજાવવામાં આવશે.

નાની દીવાળી પર દીપોત્સવના મુખ્ય આયોજનની સાથે અયોધ્યામાં હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવશે. રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા પછી તેમનાં અસ્થાયી મંદિરને હનુમાન મંદિરના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. દીપોત્સવ પર મુખ્ય મંદિર પરિસરને અત્યાધુનિક લાઈટો અને સુગંધિત ફૂલોથી સજાવવામાં આવશે. જ્યારે, અસ્થાયી મંદિર એટલે કે હનુમાન મંદિરનું પણ વિશેષ અલંકૃત થશે. અહીં હનુમાન જયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે.

પાંચ ઝોનમાં અલગ-અલગ ટીમોને સોંપાઈ જવાબદારી * પહેલું ઝોન ઃ શ્રીરામલલ્લા મંદિર – અર્ચક પ્રમુખ આચાર્ય કેશવ શર્માને જવાબદારી આપવામાં આવી છે. મંદિર પ્રાંગણ, પરકોટા, ગ્રીન હાઉસ અને યજ્ઞશાળા ક્ષેત્રમાં 30 હજારથી વધુ દીપ પ્રગટાવવામાં આવશે. * બીજો ઝોન ઃ કુબેર ટીલા અને સપ્તમંડપ – કુબેર ટીલા, સપ્તમંડપ, શેષાવતાર મંદિર, હુતાત્મા સ્મારક અને પંચવટી સહિત અન્ય સ્થાનો પર દીપ પ્રજ્જવલન થશે. આની જવાબદારી ચંદન ક્ષિતિજને આપવામાં આવી છે. અહીં પણ 30 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. * ત્રીજો ઝોન ઃ વાપસી દર્શન માર્ગ અને પીએફસી – વાપસી દર્શન માર્ગ, યાત્રી સુવિધા કેન્દ્ર, પીએફસી પ્લાઝા અને નલ ટીલામાં પી. પી.

મિશ્રાના નેતૃત્વ હેઠળ 14 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. * ચોથો ઝોન : યાત્રી સેવા કેન્દ્ર અને અંગદ ટીલા – કેપ્ટન જે. પી. દ્વિવેદી (નિવૃત્ત) અને તેમની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. યાત્રી સેવા કેન્દ્ર, અંગદ ટીલા, સીતા રસોઈ અને રામાનંદાચાર્ય દ્વાર સહિતના અન્ય સ્થળો પર 13 હજારથી વધુ દીવા પ્રજ્જવલિત થશે. * પાંચમો ઝોન ઃ જન્મભૂમિ પથ અને દર્શન માર્ગ – નરેન્દ્ર કુમારના નેતૃત્વ હેઠળ દર્શન માર્ગ, સિંહ દ્વાર અને ચરણ પાદુકા ક્ષેત્રમાં 13 હજાર દીવા પ્રગટાવવામાં આવશે.






















