મોરબી સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીના શ્રી જલારામ ધામ ખાતે યોજાશે. આગામી તા 4ને બુધવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન ઠક્કર છગનભાઈ ભલાભાઈ (હ. ઉપેન્દ્રભાઈ કાથરાણી) પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો.

સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. આ ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી -9825082468 નો સંપર્ક કરવાનો રહેશે.


























