
બિલીમોરા પાસે રેલ્વે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર થંભી ગયો : મુસાફરો માટે સહાયતા કેન્દ્રો ખોલાયા

મહારાષ્ટ્ર: બાદ ગુજરાતમાં ભારે વરસાદથી ફરી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે આજે અમદાવાદથી મુંબઈ સહિત છ ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી.

અમદાવાદ રેલ્વે ડિવિઝનનાં બિલીમોરા રેલ્વે સ્ટેશનમાં ભારે વરસાદ પાણી ફરી વળતા ટ્રેક ધોવાઈ જતાં ટ્રેન વ્યવહારને થંભાવી દેવાયો હતો. સાથે મુસાફરો માટે સહાયતા કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા.

મુસાફરો માટે ફુડ પાર્સલ, પીવાના પાણીની રેલ્વે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

બિલીમોરા રેલ્વે સ્ટેશનમાં પાણી ભરાતા રેલ્વે ટ્રેકને નુકશાન થતા યુદ્ધનાં ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડીઆરએમ વેદ પ્રકાશ સ્થળનું આજે નિરીક્ષણ કર્યુ હતું.

આજે તા.24નાં રોજ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એકસપ્રેસ, ગાંધીનગર કેપીટલ મુંબઈ સેન્ટ્રલ (વંદે ભારત એકસપ્રેસ) અમદાવાદ-વલસાડ (ગુજરાત કવીન), બાંદ્રા-અમદાવાદ (કર્ણાવતી એકસપ્રેસ), મુંબઈ -અમદાવાદ (ડબલ ડેકર એકસપ્રેસ) બોરીવલી-અમદાવાદ એકસપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી હતી.



















