HomeAllએસ.ટી.નિગમે અધિકૃત કરેલી હાઈ-વે હોટલોનો અનુભવ કેવો ? પ્રતિભાવો આપી શકાશે

એસ.ટી.નિગમે અધિકૃત કરેલી હાઈ-વે હોટલોનો અનુભવ કેવો ? પ્રતિભાવો આપી શકાશે

જરાત રાજયમાં એસ.ટી.નિગમે સ્ટોપ માટે અધિકૃત કરેલી હોટલોનો મુસાફરોને કેવો અનુભવ રહ્યો? તે અંગે હવે લોકો કયુ.આર.કોડ મારફતે પોતાનો પ્રતિભાવ અથવા ફરીયાદ કરી શકશે.નિગમની મધ્યસ્થ કચેરી દ્વારા મુસાફર જનતાને વધુ સારી સેવા મળી રહે તે દીશામા વધું એક આગવુ કદમ ભરેલ છે જેમા નિગમની બસોમા મુસાફરી કરતા પ્રવાસીઓને તેમની મુસાફરી દરમિયાન નિગમની બસો જે અધિકૃત હોટેલ પર રોકાણ કરે તે હોટલ પર મુસાફરો ને કેવો અનુભવ રહયો? તે બાબત નો પ્રતિસાદ મેળવવા માટે નિગમ દવારા તમામ હાઈવે હોટલ પર કયુ આર કોડ લગાવવા મા આવેલ છે

જેમા મુસાફર પોતાના મોબાઈલના માધ્યમ થી સ્કેન કરી પોતાનો પ્રતિસાદ/ફરીયાદ આપી શકશે જેમા હોટલ પરીસરની સ્વચ્છતા, ટોઈલેટ બ્લોકની સુવિધા/સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, નાસ્તો કે ભોજનની ગુણવતા, પેકડ ફુડની ગુણવતા, હોટલ પર મળતી ચીજ વસ્તુના ભાવનુ વાજબી પણુ હોટલ સ્ટાફનુ વર્તન વગેરે બાબતો અંગે પોતાનો પ્રતિભાવ કે ફરીયાદ આપી શકશે જરૂર જણાયે મુસાફર જે બાબતે જરૂરી જણાય તેવી બાબતોના ફોટોગ્રાફસ પણ અપલોડ કરી શકશે.

આ ઉપરાંત મુસાફરો દ્વારા પોતાના સુચનો પણ જણાવી શકશે નિગમના મુસાફરોને વધુ સારી સેવા આપવા માટેના આ અભિગમમા મુસાફર જનતા પણ જાગૃત બની બહોળા પ્રમાણમા કયુ.આર.કોડ સ્કેન કરી પોતાના પ્રતિભાવો આપે તેવુ ઈચ્છનિય અને અપેક્ષિત છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments