HomeAllજોડિયા તાલુકા રાજપૂત સમાજની નવી કારોબારી સમિતિની રચના કરાઈ, અરવિંદસિંહ જાડેજાની પ્રમુખ...

જોડિયા તાલુકા રાજપૂત સમાજની નવી કારોબારી સમિતિની રચના કરાઈ, અરવિંદસિંહ જાડેજાની પ્રમુખ તરીકે વરણી

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા), જોડિયા : તા. 18 જુલાઈ, 2026ના રોજ જોડિયા તાલુકા રાજપૂત સમાજની બેઠકનું આયોજન તારાણા ગામે કરવામાં આવ્યું હતું. બેઠકમાં જોડિયા તાલુકાના વિવિધ ગામોના આગેવાનો અને સમાજના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન વર્ષ 2026 માટે જોડિયા તાલુકા રાજપૂત સમાજની નવી કારોબારી સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. જેમાં અરવિંદસિંહ જાડેજા (તારાણા)ને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

નવી કારોબારીમાં સુરપાલસિંહ જાડેજા (ખારચીયા) તથા સહદેવસિંહ જાડેજા (ટીંબડી)ને ઉપપ્રમુખ, ઘનશ્યામસિંહ જાડેજા (આંબલા)ને મહામંત્રી, મિતરાજસિંહ જાડેજા (ખારચીયા)ને મંત્રી, હરપાલસિંહ જાડેજા (પીઠડ)ને સંગઠન મંત્રી તેમજ રવિરાજસિંહ જાડેજા (ખારચીયા)ને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

નવનિયુક્ત હોદ્દેદારોએ સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા, સમાજના વિકાસલક્ષી કાર્યોને વેગ આપવા અને સૌના સહયોગથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અંતે વર્ષ 2026 માટે નવી કારોબારી સમિતિની રચનામાં સહયોગ અને માર્ગદર્શન આપવા બદલ જોડિયા તાલુકાના તમામ ગામોના વડીલો, આગેવાનો અને સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments