HomeAllનખત્રાણાના કટ્ટા પરિવારની દીકરીઓનો કચ્છ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં ડંકો: કલાની વિવિધ સ્પર્ધાઓમાં...

નખત્રાણાના કટ્ટા પરિવારની દીકરીઓનો કચ્છ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં ડંકો: કલાની વિવિધ સ્પર્ધાઓમાં 3 શાનદાર સિદ્ધિ

નખત્રાણા, 30 સપ્ટેમ્બર 2026: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ દ્વારા આયોજિત 21મા યુથ ફેસ્ટિવલ ‘અભિવ્યક્તિ 2026’માં નખત્રાણાના કટ્ટા પરિવારની બે દીકરીઓએ કલા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી પરિવાર તથા સમાજનું ગૌરવ વધાર્યું છે.

ફેસ્ટિવલ દરમિયાન આર.આર. લાલન કોલેજની વિદ્યાર્થિની સોની મીરા એચ. કટ્ટાએ INSTALLATION સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આ સિદ્ધિ બદલ તેને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જ્યારે કટ્ટા પરિવારની બીજી દીકરી દીતિશા કૈલાશભાઈ કટ્ટાએ પણ યુથ ફેસ્ટિવલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોસ્ટર-મેકિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક તથા કાર્ટૂનિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવી બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી.

એક જ પરિવારની બંને દીકરીઓએ વિવિધ કલા સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ તેમના સર્જનાત્મક અભિગમ, મહેનત અને કલાપ્રતિભાનું પ્રતિબિંબ છે. બંને દીકરીઓની સફળતાને પગલે પરિવારજનો, મિત્રો, શિક્ષકો તથા નખત્રાણા વિસ્તારના લોકો દ્વારા તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. (અહેવાલ : મહેશ સોની)

RELATED ARTICLES

Most Popular

Recent Comments