HomeAllમોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના વિદ્યાર્થી સન્માન સમારોહમાં 147થી વધુનું સન્માન

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના વિદ્યાર્થી સન્માન સમારોહમાં 147થી વધુનું સન્માન

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા મોરબી જીલ્લાના રબારી સમાજના વિધાર્થીઓનો પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમા દુધરેજ વડવાળાધામ જગ્યાના લઘુ મહંત નાગરદાસબાપુ, દુધઇ વડવાળાધામના કોઠારી સુદરદાસજી, મેસરીયા જગ્યાના કોઠારી મગનીરામબાપુ, ભુવાઆતાઓ તથા સમાજનુ ગૌરવ એવા અધિકારીઓ કુલદીપ દેસાઈ, (ડેપ્યુટી કલેકટર), જે.એમ.આલ (ડીવાયએસપી), ભરતભાઈ જીડ (આસિ.કમિશ્નર જીએસટી) ડી.વી.ખાંભલા (પીએસઆઈ) તેમજ રાજકીય આગેવાનો વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમા કુલ 173 થી વધુ વિધાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. અને આ કાર્યક્રમમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે સમરસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોરબી જીલ્લામા ફરજ બજાવતા સમાજના સરકારી કર્મચારીઓ તેમજ સમાજના યુવાનોએ ખુબ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments