HomeAllમોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

મોરબી: આદરણા થી સનાળા (તળાવીયા) વચ્ચેના માર્ગ પર આવેલી ઘોડાધ્રોઈ નદીના કોઝ-વે પરથી પાણીનું સ્તર ઘટતાં જ બંધ કરાયેલો રસ્તો સલામત રીતે પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. અને વાહનવ્યવહારની સ્થિતિ અને માર્ગની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ સ્થળ મુલાકાત લઈ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

ત્યારે કલેક્ટરએ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરીને સૂચના આપી હતી કે, જિલ્લામાં હજી પણ જે રસ્તાઓ કે કોઝ-વે પરથી પાણીનું ઓવરટોપિંગ થઈ રહ્યું હોય, ત્યાં નાગરિકોની સલામતી અર્થે જો બેરીકેટિંગ ન હોય તો તાકીદે બેરિકેટિંગ મૂકી વાહનવ્યવહાર અટકાવવો તથા જરૂર જણાય ત્યાં પોલીસ સુરક્ષા તૈનાત કરવી.

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના

RELATED ARTICLES

Most Popular

Recent Comments